क्या नाम से फर्क पड़ सकता है? - देव आनंद

Image
क्या नाम से फर्क पड़ सकता है? की श्रृंखला में आपका स्वागत है नाम के अक्षर विभिन्न तत्वों के सदस्य हैं जैसे जल मण्डल , अग्नि मण्डल , पृथ्वी मण्डल  और वायु मण्डल । देव आनंद बहुमुखी व्यक्तित्व के धनी एक सफल अभिनेता और कलाकार थे। आज मैं उनके फिल्मी नाम देव और असली नाम धरमदेव दोनों का विश्लेषण करूंगा और जानूंगा कि उनके सफल करियर में उनके नाम का कोई योगदान है या नहीं। नाम देव  आनंद   -  देव शब्द में एक अक्षर वायु मण्डल से और एक अक्षर अग्नि मण्डल से। दोनों तत्व एक दूसरे के मित्र हैं अर्थात एक दूसरे की टांग नहीं खींचते और एक दूसरे की मदद करते हैं जिससे 1 + 1 = 11 हो जाता है। उपनाम आनंद - 1 अक्षर जल मंडल, 2 अक्षर वायु मंडल। अब वायु मंडल के कुल अक्षर 3 हुए (१ देव शब्द से और २ आनंद शब्द से) + अग्नि मंडल अक्षर 1 ( देव शब्द से )  =  कुल  मित्र अक्षर 4 और जल मंडल अक्षर 1 (आनंद शब्द से). अगर विरोधी समाज अनुपात 1 विभाजित 4 = 0.25 जो 0.33 जितना या उससे  कम है तो अल्पमत हार मान लेता है और विपरीत पक्ष का मित्र बन जाता है। अतः देव आनंद नाम के 5 अक्षर सही हैं। नाम धरमदेव  आनंद    -  धरमदेव शब्द  इस नाम में

શું મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે આપ ના નામ માં કોઈ ફેરફાર જરૂરી છે?

થોડા દિવસો પહેલા મેં જણાવ્યું હતું કે મંત્ર વ્યાકરણ શાસ્ત્ર માં દરેક અક્ષર ને એક મંત્ર બતાવવા માં આવ્યું છે. ત્યારે મન માં એક વિચાર આવ્યું કે આ કઈ રીતે શક્ય છે. જોકે મેં ૧૬ સ્વરો અને 33 વ્યંજન ના અક્ષરો સિદ્ધ ચક્ર યંત્ર માં જોયેલા છે અને એમને શ્રુત અક્ષર તરીકે વર્ણવા માં આવ્યા છે. આ ઉપરાંત બીજા કેટલાક યંત્રો જેમ કે લક્ષ્મી વૃદ્ધિ યંત્ર માં પણ આ ૪૯ અક્ષરો નો સમાવેશ કરવા માં આવ્યો છે એ જોયું. 

તાજેતર માં ડૉક્ટર છાયાબેન શાહ લિખિત શોધ નિબંધ "શ્રી નવકાર મહામંત્ર એક અધ્યયન" વાંચવા નું થયું. ખુબજ નવી વાતો ઊંડાણ માં જાણવા મળી. ખાસ કરી ને પ્રકરણ ૩ "શ્રી નવકાર મંત્ર નો અક્ષર દેહ" ના પેટા વિભાગ ૨ "મંત્રના  અક્ષરો નું વિશ્લેષણ" જેમાં લેખિકા એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે સમસ્ત મંત્ર શાસ્ત્ર ની માતૃકા (દરેક સ્વર, અને દરેક વ્યંજન) નવકાર મંત્ર માં થી ઉત્પન્ન થયા છે. જૈન ધર્મ, નવકાર મંત્ર અને મંત્ર વ્યાકરણ શાસ્ત્ર ના જીજ્ઞાષુઓ માટે ખુબજ ઉપયોગી પુસ્તક છે.

=========================================================

શું મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે આપ ના નામ માં કોઈ ફેરફાર જરૂરી છે? શું મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે આપ ને નોકરી માં, ધંધા માં, અધ્યાત્મ માં કે રાજકારણ માં ચીઠી છે એ જાણવું છે? શું આપ ના પર્સનલ અને પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ આપ ના નામ સાથે સંકળાયેલા છે? શું આપ જાણવા માંગો છો કે કયો રંગ આપને માટે શુભ રહેશે? સંસ્કૃત ભાષા માં ૧૬ સ્વર અને ૩૩ વ્યંજન છે જે કૂલ મળી ને ૪૯ અક્ષરો છે. આ ૪૯ અક્ષરો ને ૮ વર્ગો માં, ૫ મંડળો માં અને ૪ વર્ણો માં વિભાજીત કરવા માં આવ્યા છે. જૈનો ના સિદ્ધચક્ર મહાયંત્ર માં પણ આ ૪૯ અક્ષરો ને બીજા વલયમાં સમાવવામાં આવ્યા છે કારણ કે આ ૪૯ અક્ષરો ને શ્રુત અક્ષર ગણવા માં આવે છે જેનો ઉપયોગ અરિહંત પરમાત્મા ધર્મોપદેશના માટે કરે છે.

હિન્દૂ ધર્મ માં અક્ષરો ને અક્ષરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ કહેવા માં આવ્યું છે. મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે દરેક અક્ષર એક મંત્ર છે. દરેક વર્ગ અને એના અક્ષરો ને વર્ણ, મંડળ અથવા ફૂટાક્ષરો માં મુકવામાં આવ્યા છે. પ્રત્યેક વ્યક્તિ ના નામ માં અક્ષરો નો ઉપયોગ થાય છે. મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે નામ ના અક્ષર એકજ મંડળ અથવા વર્ણ ના ના હોવા જોઈએ અને જુદા મંડળ માં પણ વિરોધી મંડળ ના ના હોવા જોઈએ પણ મિત્ર મંડળ ના હોવા જોઈએ. દા.ત. જળ મંડળ અને પૃથ્વી મંડળ મિત્રો છે. જયારે અગ્નિ મંડળ અને વાયુ મંડળ મિત્રો છે. પણ જળ મંડળ અને પૃથ્વી મંડળ, ની વિરુદ્ધ બાજુ માં અગ્નિ મંડળ અને વાયુ મંડળ છે. આથી જો કોઈ નામ માં વિરોધી મંડળ ના અક્ષરો હોય તો તે વ્યક્તિ પર એની અસર પડે છે. આના માટે મારુ નામ "સંજય" ને વાપરી ને વિસ્તાર થી સમજાવીશ. પહેલો અક્ષર "સ" ૮ માં વર્ગ માં વિપ્ર વર્ણ માં અને જળ મંડળ માં આવે છે. બીજો અક્ષર "જ" ૩ જા વર્ગ માં વૈશ્ય વર્ણ માં અને પૃથ્વી મંડળ માં આવે છે. ત્રીજો અક્ષર "ય" ૭ માં વર્ગ માં આકાશ મંડળ (ફૂટાક્ષર) છે જે દરેક વર્ણ અને મંડળ સાથે મિત્ર થઇ ચાલે. આ નામ માં અગ્નિ મંડળ (ક્ષત્રિય વર્ણ) અને વાયુ મંડળ (શુદ્ર વર્ણ) નો ઉપયોગ થયો નથી જે જળ મંડળ અને પૃથ્વી મંડળ ના વિરોધી તત્વો છે. પૃથ્વી મંડળ અને જળ મંડળ મિત્ર તત્વો છે. માટે નામ "સંજય" મંત્ર વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે બરાબર છે. આ વિશ્લેષણ માં એ પણ જાણવા મળ્યું કે "સંજય" ને વિપ્ર વર્ણ ના હિસાબે આધ્યાત્મિક / ધાર્મિક / ફિલોસોફિકલ વિષય માં (સફેદ રંગ વિશેષ જાપ - ણમો અરિહંતાણં) અને વૈશ્ય વર્ણ ના હિસાબે વ્યાપાર માં ચિઠ્ઠી છે (પીળો રંગ વિશેષ જાપ ણમો આયરિયાણં). જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ નૉૅધ - આ એક શ્રદ્ધા નો વિષય છે. આ સેવાનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ નિશ્ચિતપણે તેમના ઇચ્છિત પરિણામો મેળવશે તેની કોઈ ગેરેંટી નથી. પરિણામો ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે અને પરિણામો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.

Popular posts from this blog

World Markets ranking based on their distance from 52 Weeks High

US Markets country wise distribution of Market Capitalization as on week starting July-17-2023

Why Investors should track US Bond Yields? Update as on July 24, 2023