क्या नाम से फर्क पड़ सकता है? - देव आनंद

Image
क्या नाम से फर्क पड़ सकता है? की श्रृंखला में आपका स्वागत है नाम के अक्षर विभिन्न तत्वों के सदस्य हैं जैसे जल मण्डल , अग्नि मण्डल , पृथ्वी मण्डल  और वायु मण्डल । देव आनंद बहुमुखी व्यक्तित्व के धनी एक सफल अभिनेता और कलाकार थे। आज मैं उनके फिल्मी नाम देव और असली नाम धरमदेव दोनों का विश्लेषण करूंगा और जानूंगा कि उनके सफल करियर में उनके नाम का कोई योगदान है या नहीं। नाम देव  आनंद   -  देव शब्द में एक अक्षर वायु मण्डल से और एक अक्षर अग्नि मण्डल से। दोनों तत्व एक दूसरे के मित्र हैं अर्थात एक दूसरे की टांग नहीं खींचते और एक दूसरे की मदद करते हैं जिससे 1 + 1 = 11 हो जाता है। उपनाम आनंद - 1 अक्षर जल मंडल, 2 अक्षर वायु मंडल। अब वायु मंडल के कुल अक्षर 3 हुए (१ देव शब्द से और २ आनंद शब्द से) + अग्नि मंडल अक्षर 1 ( देव शब्द से )  =  कुल  मित्र अक्षर 4 और जल मंडल अक्षर 1 (आनंद शब्द से). अगर विरोधी समाज अनुपात 1 विभाजित 4 = 0.25 जो 0.33 जितना या उससे  कम है तो अल्पमत हार मान लेता है और विपरीत पक्ष का मित्र बन जाता है। अतः देव आनंद नाम के 5 अक्षर सही हैं। नाम धरमदेव  आनंद    -  धरमदेव शब्द  इस नाम में

સમય બધા પ્રશ્નોના જવાબ આપે છે

જયારે પણ મને મારા બનેવી અતુલ ભાઈ ને મળવાનું થાય ત્યારે જૈન ધાર્મિક વાતો જરૂરથી થાય. એક વખત શ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવાન ની મૂર્તિ બાબત રસપ્રદ વાતચિત્ત થઇ. આ વાત રસપ્રદ એટલા માટે કે આમ કૂલ ચાર તીર્થંકરો ની વાત આવે છે. એક અતીત ચોવીસીના શ્રી દામોદર સ્વામી, બે વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ અને શ્રી પાશ્વનાથ અને એક અનાગત ચોવીસી માં થનારા અમમ સ્વામી જે હાલ ના સમય માં શ્રી વાસુદેવ કૃષ્ણ તરીકે ઓળખાય છે.

અષાઢી શ્રાવક દ્વારા અતીત ચોવીસી ના નવમાં તીર્થંકર દામોદર સ્વામી પાસે પોતાના તારક શ્રી પાશ્વનાથ પ્રભુ વિષે જાણી ચાર મૂર્તિઓ ભરાવવા માં આવી હતી જેમાંની  એક મૂર્તિ અત્યારે શંખેશ્વર તીર્થ માં છે. કાળક્રમે આ મૂર્તિ ઘણા સમય માટે અલગ અલગ સ્થાનો અને દેવલોકો માં, સૌધર્મેન્દ્ર દેવ પાસે, સૂર્ય ચંદ્ર ના ઇન્દ્રો પાસે અને  ધરણેન્દ્ર પદ્માવતી પાસે પુજાઈ હતી. 

વર્તમાન ચોવીસી ના ૨૨ માં તીર્થંકર શ્રી નેમનાથ ભગવાન ના સમય માં શ્રી કૃષ્ણ ની યાદવો ની સેના અને જરાસંઘ ની સેના વચ્ચે યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ ના મામા કંશ જરાસંઘ ના જમાઈ હતા અને શ્રી કૃષ્ણ દ્વારા કંશ નો વધ કર્યા બાદ, જરાસંઘે અનેક વખત યાદવો પાર આક્રમણ કર્યા જેથી યાદવોએ મથુરા થી દ્વારિકા તરફ પ્રયાણ કરેલ. જરાસંધ પાસે જરા નામ ની વિદ્યા હતી જેનો ઉપયોગ તે શત્રુ સેનાએ પાર કરતો જેના થી શત્રુ સૈન્ય ક્ષીણ થઇ બેહોશ અથવા સુઈ જતા.  શ્રી કૃષ્ણએ શ્રી નેમનાથ ભગવાન ને ઉપાય જણાવવા વિનંતી કરી. શ્રી નેમનાથ ભગવાને શ્રી કૃષ્ણને અઠ્ઠમ તપ કરી ને પદ્માવતી માતા ને પ્રસન્ન કરી ને શ્રી પાશ્વનાથ ભગવાન ની એ મૂર્તિ પ્રાપ્ત કરવા કહ્યું અને એના જળ નવહણ નું પાણી બેભાન સેના પાર છાંટવાનું કહ્યું જેથી જરા વિદ્યા નો પ્રકોપ શાંત થશે અને સૈન્ય જાગૃત થઇ જશે. શ્રી કૃષ્ણ એ અઠ્ઠમ તપ કરી શ્રી પાશ્વનાથ ની મૂર્તિ પ્રાપ્ત કરી અને શંખપૂર ગામ પાસે એ મૂર્તિ ની સ્થાપના કરી જેને આજે શંખેશ્વર તરીકે ઓળખાય છે. 

આ વાત તો ખરેખર રસપ્રદ લાગી પણ એક પ્રશ્ન આવ્યો. આપણે તો એમ જાણીયે છીએ કે ૨૩ માં તીર્થંકર શ્રી પાશ્વનાથ ભગવાને નાગ અને નાગિન ના જોડા ને નવકાર સંભળાવ્યા જેથી એ બંને   ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી બન્યા. આ પ્રસંગ થયો ત્યારે ૨૨ માં તીર્થંકર નો સમય હતો તો પદ્માવતી દેવી ક્યાં થી આવી ગયા? લાગ્યું  કે ક્યાંક કશુંક મિસિંગ છે પણ વાત ત્યાંજ પુરી થઇ.

વર્ષો પછી  મંત્ર સંસાર શારં નામ નું પુસ્તક વાંચવા નું થયું. જેમાં બતાવવામાં આવ્યું છે કે આદિશ્વર ભગવાન ના સમય માં યક્ષિણી શાશન દેવી ચકેશ્વરી દેવી હતા પણ અનેક આત્માઓએ ચક્રેશ્વરી દેવી થવાનો અને શાશન દેવી બનવાનો લાભ મળ્યો હતો. આ બંને વાત થી એક વાત સિદ્ધ થાય છે કે દેવી દેવતાઓ હંમેશા હોય છે ફક્ત એમાં આત્મા બદલાય છે. માટે શ્રી નેમનાથ ભગવાન ના સમય માં પણ પદ્માવતી દેવી અને ધરણેન્દ્ર દેવ હતા જેમણે શ્રી શંખેશ્વર પાશ્વનાથ ની મૂર્તિ શ્રી કૃષ્ણ ને આપી હતી.  એમનો સમય પૂરો થતા વર્તમાન ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી (નાગ અને નાગિન)  એ એમનો સ્થાન ગ્રહણ કર્યો. 

જિન આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ.

Popular posts from this blog

World Markets ranking based on their distance from 52 Weeks High

US Markets country wise distribution of Market Capitalization as on week starting July-17-2023

Why Investors should track US Bond Yields? Update as on July 24, 2023